ટંકારા મુસ્લિમ સમાજ દ્વારા હજરત ઈમામ હુસેન અને તેના 72 સાથીદારોએ વહોરેલી શહાદતની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા મોહરમનો પર્વ પરંપરાગત રીતે આસ્થાભેર ભેર મનાવવામાં આવ્યો હતો.
રવિવારે તળિયામાંથી નીકળેલા તાજિયાનું જુલૂસ દયાનંદ સરસ્વતી ચોક ખાતે પહોંચી ચોકારો લિધા બાદ તાજિયા માતમમાંથી ઊઠી શહેરમાં જુલૂસ રૂપે રૂટ પર ફરી મોડી સાંજે ઠંડા થયા હતા.ટંકારા કોમી એકતા અને ભાઈચારાના માહોલમાં હિન્દુ ભાઈઓના વિસ્તારોમાં તાજિયાઓના જુલૂસો હિન્દુ-મુસ્લિમ સમાજની હાજરીમાં ફર્યા હતા.વરસાદી વાતાવરણ વચ્ચે પણ જુલૂસમાં અલગ અલગ કમિટી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા