Monday, July 7, 2025
HomeGujaratમોરબીમાં રાજપૂત સમાજના સંગઠનોએ કલેક્ટરને આવેદન પાઠવ્યું:ક્ષત્રિય આગેવાન વિરુધ્ધ થયેલ પાસાના હુકમને...

મોરબીમાં રાજપૂત સમાજના સંગઠનોએ કલેક્ટરને આવેદન પાઠવ્યું:ક્ષત્રિય આગેવાન વિરુધ્ધ થયેલ પાસાના હુકમને રીવોક કરવા માંગણી

શ્રી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મોરબી,મોરબી જીલ્લા રાજપૂત સમાજ તથા રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા દ્વારા કલેક્ટરને આવેદન પાઠવી ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી.જાડેજાની ગેરકાયદેસર અટકાયત અને પાસાના હુકમને રીવોક કરી ન્યાય આપવા માંગ કરાઈ છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા કલેક્ટરને પાઠવાયેલ આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, ગત તા.૦૪/૦૭/૨૦૨૫ ના રોજ અચાનક કોઈ મોટા આતંકી ગુનેગારને પાડવાના હોય તે રીતે પોલીસ કાફલો એક સામાજીક સંસ્થાના મોભાદાર આગેવાનના ઘરે જઈ કોઈ જ પ્રકારની જાણ વગર રાત્રીના સમયે અટક કરી પોલીસ સ્ટેશન લઈ જાય છે. પરીવારના સભ્યો દ્વારા પુછવામાં આવતા કોઈ જ સવાલોના જવાબ પોલીસ દ્વારા આપવામાં આવતા નથી. કયા ગુના સબબ આ અટકાયત કરવામાં આવે છે. તેની પણ કોઈને જાણ કરવામાં નથી આવતી શું આ યોગ્ય કાર્યવાહી છે ? પોલીસ સ્ટેશન લઈ જઈ સામાન્ય પ્રકારના જામીન લાયક ગુનામાં પાસા જેવા ગંભીર કાયદાની કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવે તે શંકા ઉપજાવે છે કે આ કોઈ રાજકીય ઈશારે કિન્નાખોરી પૂર્વક કરવામાં આવેલ સડયંત્ર છે.

વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, સામાન્ય રીતે ખુબ જ ગંભીર પ્રકારના અનેક ગુનાઓ આચરનાર વિરૂધ્ધ પાસાની કલમોનો ઉપયોગ થતો હોય છે. પરંતુ પી.ટી જાહેજા વિરૂધ્ધ આવા કોઈ ગંભીર પ્રકારનો કેસ ન હોવા છતા શા માટે ખોટી રીતે અન્યાય કારી વલણ અપનાવામાં આવેલ છે. તે પોલીસ અને પ્રશાસન સામે શંકા ઉપજાવે છે. સમગ્ર ગુજરાત રાજયનો રાજપુત સમાજ આ અન્યાયકારી બાબતની વિરૂધ્ધ પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવે છે. અને ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે. પી.ટી.જાડેજા અમરનાથ મંદિરના ટ્રરિટ અને પ્રમુખ છે. તેમણે લોકોની માંગણીને ખાને લઈ અમુક તકવાદી તત્વોને રોકવાનો પ્રયાસ માત્ર કરેલ જે તેની ફરજ પણ હતી. આવી નાની બાબતને મોટુ સ્વરૂપ આપી પી.ટી.જાડેજાની સામાજીક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા અને તેને નીચા દેખાડવાનો આ હિન પ્રયાસ માત્ર છે. ગુજરાત રાજયના માન. મુખ્યમંત્રી અને ગૃહરાજયમંત્રીને અપીલ કરવામાં આવી છે કે, આ તમામ ઘટના બાબતે દરમીયાન ગીરી કરી એક સામાજીક અગ્રણીની વિરૂધ્ધ કરવામાં આવેલ પાસાને રીવોક કરે અને ઉપસ્થિત સમસ્યાનું સુખદ નિરાકરણ લાવી યોગ્ય ન્યાય અપાવે. અન્યથા અન્યાયની વિરૂધ્ધ સમગ્ર ગુજરાત રાજયનો રાજપૂત સમાજ ન્યાયોચિત લડાઈ લડશે. તેવી ચીમકી પણ શ્રી અખિલ ગુજરાત રાજપૂત યુવા સમ મોરબી, મોરબી જીલ્લા રાજપૂત સમાજ તથા રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા દ્વારા ઉચ્ચારવામા આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!