મોરબીનાં સામાજિક આગેવાન રામજીભાઈ આર. રબારી સહિતના માલધારી સમાજના લોકોએ મોરબી જિલ્લા કલેકટરને આવેદન પાઠવી મોરબી શહેર-જિલ્લા-તાલુકા માલધારીના પશુ વાડાઓના પ્રશ્ન અંગે રજૂઆત કરવામાં આવી છે. જેમાં તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જે માલધારી પશુપાલક પાસે વર્ષો થયા મુંગા પશુ બાંધવા માટેના વાડાઓ છે તે કાયદેસર કરવા માંગ કરાઈ છે.
મોરબીનાં જિલ્લા કલેક્ટરને કરેલ રજૂઆતમાં જણાવાયું છે કે, મોરબી નગરપાલીકા બાદ મોરબી મહાનગરપાલીકા થતા મોરબી શહેરમાં વસતા માલધારી જે છેલ્લા ઘણા વર્ષોથી મોરબી શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરે છે અને માલઢોર રાખી પોતાનું ગુજરાન ચલાવે છે. મહાપાલીકા બન્યા પછી તેમજ રાજય સરકાર દ્વારા જે પશુપાલક છે તેને પશુ અંગે લાયસન્સ લેવું ફરજીયાત કરાયો છે. પરંતુ લાયસન્સ માટે માલધારીઓનાં પોતાના નામે મિલકત હોવાની જરૂરી છે, પણ હાલ જે માલધારી પશુપાલક છે તેની પાસે વર્ષો થયા મુંગા પશુ બાંધવા માટેના વાડાઓ છે તે કાયદેસર કરવા અનેક વખત અગાઉ રજુઆત કરાઈ છે. છતાં પણ કોઈ નિર્ણય આવેલ નથી. ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ખરાબા તથા ગૌચરની જમીનમાં દબાણ થયેલ છે તે તાત્કાલીક દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવા તથા માલધારીઓના માલીકીના મુંગા પશુઓને પકડવાની કાર્યવાહી મહાનગરપાલીકા દ્વારા કરવામાં આવે છે અને ચાર હજાર રૂપિયા જેવો ભારે દંડ કરવામાં આવે છે. તે બંધ કરવા વિનંતી કરાઈ છે કારણ કે ગરીબ માલધારીઓ આ દંડ ભરી શકતા નથી અને તેનું ગુજરાન આ પશુઓ દ્વારા જ થાય છે તો ઢોર પકડવાની કાર્યવાહી બંધ કરી દંડની કાર્યવાહી બંધ કરવા માંગ કરાઈ છે. હાલ મોરબી શહેર લીલાપર રોડ સહીત જે જગ્યાએ મુંગા પશુઓના માલધારી સમાજના વાડાઓ આવેલ છે તે કાયદેસર કરી આપવા કલેક્ટરને રજૂઆત કરાઈ છે