ફ્રાંસ ટેક્નોલોજીના અવેજમાં ભારતમાં બિજો કોઈ વિકલ્પ નથી તંત્ર એ એક વર્ષમાં ડિઝાઇન બનાવી ને મોટુ તિર માર્યું
ટંકારા તાલુકાના મિતાણા નજીક આવેલ ડેમી 1 સિંચાઈ ડેમના ફ્યુઝ ગેઈટ પડી ગયા હોય 211 MCFT પાણીનો સંગ્રહ નહી થાય ઓવરફલો બાદ અખાતમાં જશે સિંચાઈ નું પાણી ભુકંપ બાદ આ ડેમ ઉપર ફ્રાંસ ટેક્નોલોજીના ગેઈટ નાખી પાણી સપાટી વધારી હતી. બંગાવડી ડેમ ઉપર 2017 માં ગેઈટ પડ્યા બાદ ચાલું વર્ષ સુધી કામ થયું નથી ત્યારે આ ડેમ નું કામ ક્યારે થશે એ સૌથી મોટો સવાલ.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની એક ખ્યાતનામ વાર્તા જટા હલકારો જેનું જન્મ સ્થળ સણોસરા કુવાડવા પાસેનુ અને અહીથી નિકળતી ડેમી નદી ઉપર 1956 માં 52 લાખના ખર્ચે 17 મિટરની ઉંચાઈ અને 5.44 કિમી નુ એફ આર એલ ધરાવતા ટંકારા તાલુકાના મિતાણા નજીક ડેમી ડેમ તરીકે સિંચાઈ માટે ગેઈટ વિનાના ડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં હજારો હેક્ટર વાવેતરને વાળા અનેક ગામડામાં ખેડુતોને સિંચાઈ માટે પાણી પુરૂ પાડે છે.
આ દરમિયાન ગુજરાતમાં આવેલ ધરતીકંપ બાદ 2002 મા મિતાણા ડેમ ઉપર સિંચાઇ પાણી સ્ટોર વધારવા ફ્રાંસની ફ્યુઝ ગેઈટ ટેક્નોલોજીનો ઉપયોગ કરી ઓવરફલો થકી વેડફાય જતું પાણી સ્ટોર કરવા કવાયત હાથ ધરી જેમાં સફળ થઈ કુલ જથ્થો 783. 07 MCFT સ્ટોર સુધી પહોચ્યો હતો ત્યારે ગત વર્ષે 2024 ના ચોમાસામાં અનરાધાર વરસાદથી ફ્યુઝ ગેઈટ પડી જતાં સિંચાઈ પાણી સ્ટોર ઉપર ભારી મોટુ સંકટ સર્જાયુ છે અને આ વર્ષે 211 MCFT પાણીનો સંગ્રહ ઓછો થશે ત્યારે આગામી ઉનાળુ શિયાળામાં આગોતરૂ આયોજન ખેડૂતો માટે કઠણ રહશે.
આ કામ અંગે સિંચાઈ વિભાગ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ફ્યુઝ પડી જાય પછી ફરીથી લાગતા નથી અને ભારતમાં આનો બિજો કોઈ વિકલ્પ પણ નથી હવે અહી કાયદેસરની ક્રોકિટ કામગીરી વાળુ કામ થશે જેના માટે નકશા તૈયાર કરી લિધા છે નાણાકીય મંજુરી બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જોકે બંગાવડી ડેમ માં પણ 2017 માં ગેઈટ પડ્યા બાદ ચાલું વર્ષ સુધી એટલે કે આઠ આઠ વરહ ના વાણા વિત્યા છતાં પાણી સંગહ માટે સતત પ્રયત્નશીલ સરકારની કામગીરી મંદગતિ એ હોવાનું ખેડૂતો ને ભયંકર નુકસાન થતુ હોવાના બળાપા કાઢી રહા છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે આ મિતાણા ડેમ માં વધુ પાણી સંગ્રહ કેટલા વર્ષ બાદ થશે આ અંગે રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવરવા સાથે ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે આ અંગે વધુ માહિતી મેળવી તાકીદે કામ હાથ ધરવા સુચના આપી દવ છું.