અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જે સમગ્ર દેશમાં પૂર્વ પ્રાથમિકથી વિશ્વ વિધ્યાલય સુધી કામ કરતા શિક્ષકોનું સૌથી મોટું સંગઠન છે. ત્યારે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-વાંકાનેરની વાંકાનેરમાં કારોબારી બેઠક મળી હતી. જેમાં વિવિધિ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ આગામી સમયમાં કરવામાં આવનાર કામ અને યોજનાઓ વિષે માહિતી આપવામાં આવી હતી.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-વાંકાનેર દ્વારા તાલુકા કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંગઠનનો વ્યાપ વધારવા માટે અને સંગઠનને વધારે મજબૂત બનાવવા માટે કેવા પ્રયત્નો કરવા જોઈએ તેની સચોટ માહિતી મોરબી જિલ્લાના સિનિયર ઉપાધ્યક્ષ સંદીપભાઈ આદ્રોજાએ આપી હતી. ત્યાર બાદ મોરબી જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા દ્વારા આવનારા સમયમાં શિક્ષકોના પડતર પ્રશ્નોને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વાચા આપવામાં આવશે, જૂની પેશન યોજના ૨૦૦૫ પછી લાગુ પાડવા માટે યોજના બનાવાશે, અને વાંકાનેર તાલુકાની કારોબારીમાં નવા સભ્યો કોટડીયા દીપકભાઈ, પાટડીયા જીવરાજભાઈ, વાનાણી જેઠાભાઈની નિમણૂક કરવામાં આવી તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ કારોબારી બેઠકમાં સદસ્યતા અભિયાન માટે આયોજન કરવામાં આવ્યું હતું. અને તાલુકાના તમામ શિક્ષકો સુધી પહોંચી પંદર દિવસમાં સદસ્યતા અભિયાન પૂર્ણ કરવાની યોજના બનાવવામાં આવી હતી. ત્યારબાદ તાલુકાના કારોબારી સભ્યો દ્વારા પ્રતિભાવ આપવામાં આવ્યા તથા પ્રશ્નોની રજુઆત કરવામાં આવી હતી. વાંકાનેર શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તા અને શિક્ષક સુરેશભાઈ પરમારની જિલ્લાફેર બદલી થતા એમને પુસ્તક અર્પણ કરી સાલ ઓઢાડી સન્માન કરાયું અને એમની શિક્ષક તરીકેની મહાસંઘના કાર્યકર્તા તરીકેની સેવાઓને બિરદાવી હતી.