Saturday, July 12, 2025
HomeGujaratમોરબીના બોરીચાવાસમાં મહિલાઓની છેડતી બાબતે સમજાવવા ગયેલ પિતા-પુત્ર ઉપર છ ઈસમોએ હુમલો...

મોરબીના બોરીચાવાસમાં મહિલાઓની છેડતી બાબતે સમજાવવા ગયેલ પિતા-પુત્ર ઉપર છ ઈસમોએ હુમલો કર્યો

મોરબીમાં અસામાજિક અને લુખ્ખા-તત્વો બેફામ બન્યા છે, જેમાં શહેરના બોરીચાવાસ નજીક રોડ ઉપરથી પસાર થતી બહેન-દીકરીઓને બે રોમિયો ટાઈપ આવારા ઈસમો મોટર સાયકલમાંથી હોર્ન વગાડી પજવણી કરતા હોય, જેથી તેને સમજાવવા ગયેલ યુવક અને તેના વૃદ્ધ પિતા ઉપર તે જ વિસ્તારના ૬ જેટલા શખ્સો દ્વારા ઢીકાપાટુનો માર મારી છરીથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તમામ ત્યાંથી ચાલ્યા ગયા હતા, ત્યારે બન્ને પિતા-પુત્રને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જેલ રોડ બોરીચાવાસમાં રહેતા મોહનભાઇ ટપુભાઈ જારીયા ઉવ.૬૪ એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સમક્ષ આરોપી અરમાન જેરુભાઇ, શાહરૂખ હુશેનભાઇ, મહેફીઝ, ભભુડો મમદભાઈ, રફીક હુશેન તથા અફજલ સબીર એમ કુલ છ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ગઈકાલ તા.૧૦/૦૭ ના રોજ સાંજના સમયે ફરીયાદી મોહનભાઇ બોરીચાવાસના નાકાની બાજુમાં સમસુદીનના બંગલા પાસે બેઠેલ હતા, ત્યારે ત્યા બેઠેલ મોટર સાયકલ ઉપર બેઠેલા આરોપી અરમાન જેરુભાઈ તથા શાહરૂખ હુશેનભાઈ એમ બન્ને જણા ત્યાથી પસાર થતી ફરીયાદીના દીકરાઓની બન્ને પત્નીઓને જોઈ મોટર સાયકલમાં હોર્ન વગાડી હેરાન કરતો હોઇ, જેથી ફરિયાદી મોહનભાઈનો નાનો દીકરો જીવણ બન્ને આરોપીઓને સમજાવવા જતા આરોપીઓને તે સારૂ નહીં લાગતા એકદમ ઉશ્કેરાઈને ફરિયાદીના દીકરા જીવણને ઢીકા પાટુનો માર મારવા લાગેલ, ત્યારે ફરિયાદી તેમને છોડાવવા જતા આરોપી અરમાને ફરિયાદી મોહનભાઈને હાથના અંગુઠા તથા આગળી વચ્ચે છરી મારી દીધી હતી, તે દરમિયાન અન્ય આરોપીઓ શાહરૂખ હુશેનભાઈએ ફરીયાદીના દીકરા જીવણને મુઢમાર મારી થોડીવાર બાદ મહેફીઝ રહે-ગોડલવાળો તથા ભભુડો મમદભાઈ, રફીકહુશેન, અફજલસબીર એમ બધા વારા ફરતી આવી બન્ને પિતા-પુત્રને ઢીકાપાટુનો માર મારી મુંઢ ઇજા પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપી તમામ આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા. હાલ સીટી એ ડિવિઝન પોલીસે ભોગ બનનારની ફરિયાદને આધારે તમામ આરોપીઓ વિરુદ્ધ બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!