હળવદ ટાઉનમાં જૂની મામલતદાર કચેરી સામે શેરીમાં પાર્ક કરેલ વકીલના મોટરસાયકલની ચોરીના બનાવ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે.હાલ પોલીસે આરોપી અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ગુનો દાખલ કરી અલગ અલગ દિશામાં શોધખોળ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, હળવદ ટાઉનમાં ધ્રાંગધ્રા રોડ ઉપર સુનિલનગર સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ પરષોત્તમભાઈ પુરાણી ઉવ.૪૧ એ હળવદ પોલીસ મથકમાં પોતાના હીરો હોન્ડા કંપનીના મોટરસાયકલ ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે, જેમાં ગત તા.૦૮/૦૬ ના રોજ પ્રકાશભાઈ સાંજે પોતાના પિતાજીના નાને રજીસ્ટર્ડ હીરો હોન્ડા કંપનીનું મોટર સાયકલ રજી.નં. જીજે-૧૩-એસ-૦૧૫૯ લઈને જૂની મામલતદાર કચેરીની સામે આવેલ પોતાની વકીલાતની ઓફિસે ગયા હતા, ત્યારે તેઓએ ઉપરોક્ત મોટર સાયકલ ઓફીસ નીચે શેરીમાં પાર્ક કર્યું હતું, જે બાદ તેઓ એક કલાક પછી ઘરે જવા માટે ઓફીસ બંધ કરીને નીચે આવ્યા ત્યારે પાર્ક કરેલ મોટર સાયકલ કોઈ ચોરી કરીને લઈ ગયું હતું, જેથી પ્રકાશભાઈએ પ્રથમ ઇ-એફઆઈઆર બાદ રૂબરૂ હળવદ પોલીસ મથકમાં મોટર સાયકલ ચોરી અંગે ફરિયાદ નોંધાવતા, પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.