મોરબી તાલુકાના નવા મકનસર ગામે મેઈન શેરીમાં ગંજીપત્તાના પાના વડે રૂપિયાની હારજીતનો તીનપત્તિનો જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીને તાલુકા પોલીસે ઝડપી લીધા છે, આ સાથે જુગરવરામતા આરોપી શનિભાઈ લાભુભાઈ સુરેલા ઉવ.૨૫, રાયસીંગભાઇ નટુભાઇ દેગામા ઉવ.૩૨, ગણેશભાઇ રધુભાઇ ભખોડીયા ઉવ.૨૦, રોહિતભાઈ અશોકભાઈ ઝઝવાડીયા ઉવ.૨૦, જગદીશભાઇ વારસીંગભાઇ સુરેલા ઉવ.૩૨ પાંચેય રહે. નવા મકનસર તા.મોરબી વાળાને રોકડા રૂ.૧૫,૦૦૦/-સાથે તાલુકા પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.