વાંકાનેર મીલ પ્લોટ ડબલ ચાલી વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં સીટી પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે રેઇડ કરી હતી, જેમાં મહિલા સંચાલક દ્વારા બહારથી માણસો બોલાવી જુગાર રમવાની સવલત કરી આપી પોતાના અંગત આર્થિક ફાયદા માટે નાલ ઉઘરાવી જુગારની મીની કલબમાં ચલાવવામાં આવતી હરિ, ત્યારે પોલીસે રેઇડ કરી જુગાર રમતા મહિલા સંચાલક સહિત ૧૦ જુગારીઓને રોકડા રૂ.૧૬,૧૦૦/- સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેર સીટી પોલીસ ટીમને બાતમી મળી કે સીટી વિસ્તારમાં મીલ પ્લોટ ડબલ ચાલીમાં રહેતા રૂડીબેન ગોરીયા પોતાના રહેણાંક મકાનમાં જુગારની મીની કલબ ચલાવે છે, જે આધારે તુરંત વાંકાનેર પોલીસે ઉપરોક્ત મકાનમાં દરોડો પાડ્યો હતો, ત્યારે મકાનમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તિનો જુગાર રમતા રૂડીબેન કરશનભાઈ પુનાભાઈ ગોરીયા ઉવ.૮૫, અજયભાઈ મંગાભાઈ રાતોજા ઉવ.૩૨, ભુપતભાઈ ધરમશીભાઈ ઝાલા ઉવ.૩૭, શાહરૂખભાઈ હૈદરભાઈ જેડા ઉવ.૨૨, સતીષભાઈ રઘુભાઈ કઉડર ઉવ.૧૯, મહેશભાઈ પ્રેમજીભાઈ બાવળીયા ઉવ.૪૨, આશીફભાઈ નુરમામદભાઈ બ્લોચ ઉવ.૩૬, ક્રુણાલ મનસુખભાઈ માલકીયા ઉવ.૧૯, હસનભાઈ દોશમાહમદભાઈ મોવર ઉવ.૨૫ તથા અનવરભાઈ દાઉદભાઈ બાબરીયા ઉવ.૫૫ તમામ રહે મીલ પ્લોટ વાંકાનેર વાળાને રોકડા રૂ.૧૬,૧૦૦/-સાથે રંગેહાથ ઝડપી લેવાયા છે, ત્યારે તમામ પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.