વાંકાનેર સીટી પોલીસ વિસ્તારમાં આવેલ રાજાવડલા ગામમાં ખુલ્લા પટ્ટમાં જાહેરમાં ગંજીપત્તાથી ત્રણ પાનાનો પૈસાની હારજીતનો જુગાર રમતા રાજેશભાઇ ગાંડુભાઇ દલસાણીયા ઉવ.૫૬, પ્રકાશભાઇ જેરામભાઇ સોલંકી ઉવ.૨૬ તથા કરણભાઇ શામજીભાઇ ડેડાણીયા ઉવ.૨૪ ત્રણેય રહે.જુના રાજાવડલા ગામ તા. વાંકાનેર વાળાને રોકડા રૂ.૧૬,૪૦૦/-સાથે પકડી લેવામાં આવ્યા હતા, આ સાથે વાંકાનેર સીટી પોલીસ ટીમે ત્રણેય આરોપીઓની અટક કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.