Saturday, July 12, 2025
HomeGujaratમાળીયા મીયાણા ગામની સીમમાં આવેલ પવનચકીમાંથી કેબલ વાયર ચોરી કરનાર ટોળકી ઝડપાઇ

માળીયા મીયાણા ગામની સીમમાં આવેલ પવનચકીમાંથી કેબલ વાયર ચોરી કરનાર ટોળકી ઝડપાઇ

ગત તા-૧૬/૦૩/૨૦૨૫ નારોજ માળીયા મીયાણા ગામની સીમમાં દેવગઢ જવાના રસ્તા ઉપર આવેલ એક પવનચકીના પાવર સપ્લાયના કોપર વાયરની ચોરી થઇ હોવાની ઘટના સામે આવી હતી. જે બનાવમાં માળીયા મીયાણા પોલીસ દ્વારા ચાર ઇસમોને મુદામાલના કોપર વાયર તથા ચોરીમાં વપરાયેલ સાધનો સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગત તા-૧૬/૦૩/૨૦૨૫ નારોજ માળીયા મીયાણા ગામની સીમમાં દેવગઢ જવાના રસ્તા ઉપર અજાણ્યા માણસોએ સુઝલોન કંપનીની પવનચકીના દરવાજાના તાળા તોડી પવન ચકીના પાવર સપ્લાયના કોપર વાયરની ચોરી કરી નાશી છૂટતા સમગ્ર મામલે માળીયા મીયાણા પોલીસ

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ હતી. જે ફરિયાદના આધારે માળીયા મીયાણા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન માળીયા મીયાણા પોલીસની ટીમને બાતમી મળી હતી કે, ચોરીના ગુનાને અંજામ આપનાર ઇસમો સાજીદ ખમીશાભાઇ ઘાંચી, કાસમશા ઇબ્રાહીમશા શેખ, ઇબ્રાહીમભાઇ યુસુફભાઇ સામતાણી તથા સમીરભાઇ હનીફભાઇ મકવાણી હાલ માળીયા શહેશાવલી પાટીયા પાસે છે. જે બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા સ્થળ પાર ઇસમોની તપાસ કરતા કુલ ચાર ઇસમો શંકાસ્પદ હાલતમાં મળી આવતા ચારેયની યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા ચારેય આરોપીઓએ આ ગુનો કરેલની કબુલાત આપી હતી. તેમજ ચારેય ઇસમોની સઘન પુછપરછ કરતા તેઓએ અનીલ કોળી, રફીક તાજુભાઇ ભટ્ટી, શકુર ઉર્ફે ભુરો જુસબ જેડા, લાલાભાઇ ગોરધનભાઇ દેવીપુજક તથા લાલાભાઇ દેવીપુજકની બોલેરો ગાડીનો ડ્રાઇવર પણ આ ગુન્હામાં તેમની સાથે સંડોવાયેલ હોવાનું જણાવતા પોલીસે તમામ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની તપાસ હાથ ધરી છે. તેમજ પકડાયેલ આરોપીઓ પાસેથી રૂ. ૭૨૦૦૦/-ની કિંમતનો આશરે ૯૦ કિલો કોપરવાયરના ઘુચરા, રૂ.૬૦૦૦/-ની કિંમતનો એક ઓક્સીજનનો બાટલો, ગેસ કટર તથા રબ્બરની પાઇપો રૂ.૨૫૦૦/-, એક લોખંડની કોંસ રૂ. ૧૦૦/-, એક લોખંડના ફણા વાળી લાકડાના હાથા વાળી કુહાડી રૂ.૧૦૦/- મળી કુલ રૂ. ૮૦,૭૦૦/- નો મુદામાલ કબ્જે કર્યો છે. અને ચારેય ઇસમોની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પકડાયેલ આરોપીઓ પૈકી સાજીદ ખમીશાભાઇ ઘાંચી અગાઉ અંજાર વેલ્સપુન સોલર પાવર પ્લાન્ટમાંથી કેબલ વાયર ચોરીના એક ગુનામાં તથા સામખીયાળી પોલીસ સ્ટેશન ખાતે પવનચકીના કેબલ વાયર ચોરીના બે ગુનામાં પકડાયેલ છે. તેમજ આરોપી કાસમ પધર પોલીસ સ્ટેશન ખાતે પાણીના બોરના કેબલ વાયર ચોરીના ગુનામાં પકડાયેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!