ગુજરાત રાજયમાં કાયદો અને વ્યવસ્થા જળવાય, લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તથા સ્થાનીક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસામાજીક ગુંડા તત્વો વિરુધ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય તે ખુબ જરૂરી છે. જેથી ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરી તેના વિરુધ્ધ કાર્યવાહી કરવા ગુજરાત રાજય ગાંધીનગરના ડી.જી.પી દ્વારા સુચના આપવામાં આવી હતી. જે અંતર્ગત મોરબી જીલ્લા પોલીસ દ્વારા બુટલેગરના ઘર પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.
મોરબીના વીસીપરા, ચાર ગોદામ પાછળ રહેતા દાઉદભાઇ ઉમરભાઇ જામના શખ્સ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન તેમજ માળીયા(મી.) પોલીસ સ્ટેશનમાં મારામારી, દેશીદારૂ વેચાણ તેમજ છેતરપીંડી સહિતના કુલ 25 ગુન્હા નોંધાયેલ છે.
જેના વિરુદ્ધ આજ રોજ મોરબી જિલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. અને આરોપીએ વીસીપરા, ચાર ગોદામ પાછળ ઓટના મકાનનું ગેરકાયદેસર બાંધકામ દુર કરાવવા આવ્યું છે. અને આશરે ૧૬૦૦ ચોરસ મીટર જેટલી રૂ.૧,૯૨,૦૦૦,૦૦/-ની જમીન ખુલ્લી કરવામાં આવી છે.