અષાઢ માસની પૂર્ણિમા તિથિને ગુરુ પૂર્ણિમા તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ ગુરુ ભક્તિ,આત્મચિંતન અને જ્ઞાન સાધના માટે અત્યંત શુભ માનવામાં આવે છે. ત્યારે આ શુભ દિવસે મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા અનોખો સેવાયજ્ઞ કરી જરૂરતમંદ લોકોને ગરમા ગરમ ભજીયા જમાડ્યા હતા.
મળતી માહિતી અનુસાર, મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિતે અનોખો સેવાયજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં સરકારી રેનબસેરામાં રહેલા આશરે ૧૦૦થી વધુ જરૂરિયાતમંદ લોકોને આ વરસાદની મોસમમાં ગરમા ગરમ ભજીયા જમાડી કંઈક અલગ રીતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વરસતો વરસાદ હોય ત્યારે ભજીયા કોને ન યાદ આવે ? કોને ખાવાનું મન ન થાય ? પણ બધાએ ઈચ્છા પુરી કરવા સક્ષમ ન હોય તેથી જ તેવા જરૂરતમંદ લોકો માટે આ આયોજન જ ઘડી કાઢવામાં આવ્યુ હતુ. આ સેવાયજ્ઞ સફળતાપૂર્વક સંપન્ન કરવા પાછળ સંસ્થાના તમામ સભ્યોનો સહકાર અને દાતા મિત્રોના આશીર્વાદ પણ મળ્યા હતા. આગામી સમયમાં પણ મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી અનેક પ્રકારના સેવાપ્રકલ્પો યોજવા કટ્ટીબદ્ધ છે