મોરબી એલસીબી પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે માળીયા(મી) કોબવાંઢ વિસ્તારમાં નદી કાંઠે દરોડો પાડી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી લીધી હતી, આ સાથે પોલીસે એક આરોપીની અટક કરી હતી, જ્યારે અન્ય એક આરોપી દરોડા દરમિયાન હાજર નહીં મળી આવતા તેને વોન્ટેડ જાહેર કરી દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ૧૧૦૦ લીટર દેશી દારૂ તથા દારૂ ગાળવા ઉપયોગમાં લેવાતા સાધનો સહિત કુલ ૨૭,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
મોરબી ક્રાઇમ બ્રાંચ તેસમને બાતમી મળી કે માળીયા(મી) માં સલીમ જામ અને જાકિર ઉર્ફે જાકલો માલાણી કોબાવાંઢ વિસ્તારમાં નદીના કાંઠે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવે છે, જે મુજબની બાતમીને આધારે ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા જ્યાંથી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી મળી આવી હતી, આ સાથે આરોપી સલીમ ઇકબાલભાઇ નૂરમામદભાઇ જામ ઉવ.૨૦ રહે.માળીયા કોબાવાંઢ વાળાની અટક કરવામાં આવી હતી, પોલીસે સ્થળ ઉપરથી દેશી બનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડો આથો ૧૧૦૦ લીટર કિ.રૂ.૨૭,૫૦૦/- તથા ભઠ્ઠીના સાધનો એમ કુલ રૂ.૨૭,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન આરોપી જાકિર ઉર્ફે જાકલો અકબરભાઈ માલાણી રહે. માલાણી શેરી માળીયા(મી) વાળો હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી ક્રાઇમ બ્રાંચ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.