મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં શનાળા તરફ જતાં ઉપરથી સ્વીફ્ટ કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે, આ સાથે પોલીસે ૧૭૫ લીટર દેશી દારૂ તથા સ્વીફ્ટ કાર સહિત ૨.૩૫ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ બંને આરોપી તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.
મોરબી તાલુકા પોલીસ મથક ટીમે પૂર્વ બાતમીને આધારે રાજપર ગામની સીમમાં, હિમાલિયા કારખાનાની સામેના રોડ પર વોચમાં હોય તે દરમિયાન ગ્રે કલરની સ્વીફ્ટ કાર રજી.નં. જીજે-૩૬-એસી-૭૦૨૧ ત્યાંથી પસાર થતા તેને રોકી તેની તલાસી લેતા તેમાંથી પ્લાસ્ટિકના બચકમાં ૧૭૫ લીટર દેશી દારૂ કિ.રૂ.૩૫,૦૦૦/-મળી આવતા સ્વીફ્ટ કાર ચાલક આરોપી ભરતભાઇ રમેશભાઇ બાટ્ટી ઉવ.૨૫ રહે-લીલાપર રોડ ખડીયાવાસ મોરબી તથા આરોપી સેઝાદભાઇ મુરાદભાઇ સોઢા ઉવ.૨૦ રહે-જીરાગઢ તા.જોડીયા જી.જામનગરને પકડી લીધા હતા. આ સાથે તાલુકા પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી, દેશી દારૂ તથા સ્વીફ્ટ કાર સહિત રૂ.૨.૩૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરી બંને આરોપીઓ તથા તપાસમાં ખુલ્લે તે આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.