મોરબીના શનાળા ગામ નજીક ગોકુલનગર વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા, મકાનમાંથી વિદેશી દારૂની ૧૨ બોટલ મળી આવી હતી, આ સાથે પોલીસે આરોપી મકાન-માલીકની સ્થળ ઉપરથી અટકાયત કરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસને બાતમી મળ્યા મુજબ ગોકુલનગર શેરી નં. ૭ માં રહેતો હિમાલય ઉર્ફે લાલો નકુમ પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરતો હોય, જે મુજબની બાતમીને આધારે ઉપરોક્ત મકાને રેઇડ કરતા, મકાનના ફળીયામાંથી વિદેશી દારૂ ઓરેન્જ હિલ વોડકાની ૧૨ નંગ બોટલ કિ.રૂ.૩,૬૦૦/- મળી આવી હતી, જેથી તુરંત આરોપી હિમાલય ઉર્ફે લાલો જગદીશભાઈ નકુમ ઉવ.૨૬ હાલ રહે. શનાળા ગોકુલનગર શેરી નં. ૭ મૂળ રહે.જીવાપર આમરણ તા.જી.મોરબી વાળાની પોલીસે અટક કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.