શ્રી આર્ય તેજ ગ્રુપ ઓફ કોલેજીસ, લક્ષ્મીનગર, મોરબી ખાતે ગુરુપૂર્ણિમાના પાવન દિવસે ભવ્ય અને સંસ્કારમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 10:00 થી 11:00 સુધી ચાલેલા આ ઉત્સવની શરૂઆત પવિત્ર દીપ પ્રજ્વલન તથા સ્તોત્ર પ્રાર્થના સાથે થઈ હતી.
લક્ષ્મીનગર સ્થિત શ્રી આર્ય તેજ ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે આધ્યાત્મિક ભાવના અને સંસ્કારોથી ભરપૂર ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સવારે 10 વાગ્યે પવિત્ર દીપ પ્રજ્વલન તથા સ્તોત્ર પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા ભક્તિભાવથી દક્ષિણામૂર્તિ સ્તોત્રના ગાન દ્વારા સમગ્ર વાતાવરણમાં દિવ્યતાનું વિસર્જન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ પોતાના ગુરુજનો માટે તિલકવિધિ કરી અને પુષ્પમાળાઓ દ્વારા સન્માન અર્પણ કર્યું હતું. આ અનુષ્ઠાનથી વિદ્યાર્થીઓમાં ગુરુભક્તિની ભાવનાને વેગ મળ્યો હતો. પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કાર અને ગુરુમહિમાને કેન્દ્રમાં રાખી વિવિધ સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. નાટક, નૃત્ય અને વક્તૃત્વ દ્વારા વિદ્યાર્થીઓએ શ્રદ્ધાંજલિના રંગોથી કાર્યક્રમને રંગીન બનાવી દીધો હતો. કાર્યક્રમના અંતે ટ્રસ્ટી ગોરધનભાઈ ગોરિયાએ વિદ્યાર્થીઓને ઉદ્દબોધન આપતાં શિક્ષકો તથા માતા-પિતાના જીવનમાં મહત્વ અંગે વિશદ રીતે સમજ આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં સંસ્કાર, શ્રદ્ધા અને શિક્ષણને સમન્વય સાથે જીવનમાં ઉતારવાની પ્રેરણા આપી હતી. આ સમગ્ર આયોજન કોલેજના ઈંટાયર ફેકલ્ટી, વિદ્યાર્થીગણ તથા સંચાલન સમિતિના સહયોગથી ઉજવાયું હતું અને સૌએ સમૂહભાવથી આ પાવન પર્વને યાદગાર બનાવ્યો હતો.