Sunday, July 13, 2025
HomeGujaratટંકારાની ખજુરા હોટલનાં પાર્કિગમાં થયેલ ચકચારી લૂંટ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ

ટંકારાની ખજુરા હોટલનાં પાર્કિગમાં થયેલ ચકચારી લૂંટ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ

ટંકારાની ખજુરા હોટલના પાર્કિંગમાં થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો છે. સાત જેટલા ઈસમોએ આંગણિયા પેઢીના કર્મચારીઓ પર છરી, લાકડાના ધોકા, પાઇપ જેવા હથિયાર વડે હુમલો કરી રૂ.૯૦,૦૦,૦૦૦/- ની લુંટ ચલાવી હતી. જે સમગ્ર મામલે ટંકારા પોલીસ દ્વારા બાતમીનાં આધારે એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગત તા.૨૧/૦૫/૨૦૨૫ ના રોજ નિલેષભાઇ મનસુખભાઇ ભાલોડી તથા તેઓના ડ્રાઈવર બન્ને રાજકોટનાં ૧૫૦ ફુટ રોડ ઉપર આવેલ ટી. એન્ટરપ્રાઈઝ (ટીટેનીયમ) નામની આંગળીયા પેઢીના રોકડા રૂપીયા GJ-03-NK-3502 નંબરની XUV-300 કારમાં લઇને રાજકોટ થી મોરબી આવતા હતા. તે દરમિયાન બલેનો કાર તથા પોલો કારથી આરોપીઓએ પીછો કરી છરી, લાકડાના ધોકા, પાઇપ જેવા હથિયાર વડે બંને શખ્સો પર હુમલો કરી XUV-300 માંથી રોકડા રૂપીયા-૯૦,૦૦,૦૦૦/- ની લુંટ ચલાવી નાશી છૂટ્યા હતા. જે સમગ્ર મામલે નિલેષભાઇએ સાતેક અજાણ્યા ઇસમો સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં ગત તા.૨૧/૦૫/૨૦૨૫ ના રોજ ગૂન્હો દાખલ કરાવ્યો હતો. અને અગાઉ બાતમીનાં આધારે અભીજીત ભાવેશભાઈ ભાર્ગવ, અભિ લાલાભાઇ અલગોતર, દિગ્વીજય અમરશીભાઈ ઢેઢી/પટેલ,હિતેશભાઈ પાંચાભાઈ ચાવડા તથા મેહુલ ધિરુભાઈ બલદાણીયા ઉર્ફે કાનો આહીર નામના શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. જેમાંથી અભિ, અભીજીત સાથે ફોકસવેગન કારમાં અન્ય આરોપી નિકુલ કાનાભાઈ અલગોતર પણ ગુનાના અંજામ આપવા આવેલ હોય જે ત્રીજો ઇસમ નિકુલ ગુનો આચરીયા બાદ નાસી ગયેલ હોય જે આરોપી નાસતો ફરતો હોય જે ગઈ તા.૦૮/૦૭/૨૦૨૫ ના રોજ દ્વારકા ખાતે દર્શન કરવા આવનાર હોવાની ખાનગી હકીકતના આધારે વાંકાનેર બાઉન્ડ્રી ખાતે પોલીસે વોચ રાખાતા હકીકત મુજબના વર્ણન વાળો માણસ પકડાય આવતા ખરાઈ કરી પકડાયેલ આરોપી નિકુલ કાનાભાઈ અલગોતર ગુનામા ગયેલ રોકડ રૂપીયા મુદામાલ સાથે મળી આવતા ટંકારા પોલીસ સ્ટેશન લાવી ધોરણસર અટક કરી ટંકારા પોલીસ દ્રારા લુંટના ગુનાને અંજામ આપી લાંબા સમયથી નાસતો ફરતો હોય જેને પકડી પાડી તથા આરોપી પાસેથી લુંટમા ગુનામા ગયેલ રકમ પૈકી રૂ.૦૨ લાખ રિકવર કરવામા આવી છે. આરોપી બનાવ બન્યા બાદ જુદી જુદી જગ્યાએ રોકાયેલ હોય તે દિશામાં તપાસ તજવીજ ચાલુ છે આરોપીના નામદાર કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરતા ૦૭ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!