વાંકાનેરના નવા રાજાવડલા ગામે કેનાલ પાસે ખુલ્લા પટ્ટમાં તીનપત્તિનો જુગાર રમી રહેલા કાનજીભાઇ બાબુભાઇ રીબડીયા ઉવ.૪૦ રહે.ગરબી ચોક કુવાડવા તા.જી.રાજકોટ તથા મહેશભાઇ હકાભાઇ ડાભી ઉવ.૩૫ રહે.નવા રાજાવડલા તા.વાંકાનેર વાળાને વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે, પોલીસના દરોડા દરમિયાન પોલીસે બંને આરોપીઓ પાસેથી રોકડા ૧૧,૩૭૦/-તથા બે મોબાઇલ કિ.રૂ.૧૦ હજાર સહિત ૨૧,૩૭૦/-નો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓ વિરુદ્ધ સીટી પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે