મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં નજરબાગ રેલ્વે સ્ટેશન સામે વીડીમાં આવેલ બાવળના ઝાડ નીચે તીનપત્તિના જુગારની બાઝી માંડી બેઠેલા આરોપી જયેશભાઇ ચંદીદાન ઇશનાણી ઉવ.૫૦ રહે. સો ઓરડી શેરી નં. ૭ મોરબી-૨ તથા આરોપી હનીફભાઈ ઇસ્માઇલભાઈ જુણેજા ઉવ.૫૬ રહે. લાતી પ્લોટ શેરી નં.૧૪ મોરબી વાળાને બી ડિવિઝન પોલીસે રોકડા રૂ.૧,૫૫૦/-સાથે અટકાયત કરવામાં આવી છે, આ સાથે બન્ને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.