રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપી હતી. જે અંતર્ગત કામગીરી કરતા દરમિયાન મોરબી પેરોલ ફર્લો સ્કવોડ/એલ.સી.બી.ની ટીમ દ્વારા મોરબી જિલ્લાના ટંકારા પોલીસ સ્ટેશનના ઘરફોડ/લુંટના અલગ-અલગ ૦૨ ગુન્હામાં છેલ્લા ૧૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશ રાજયના અલીરાજપુર જિલ્લા ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે,
મળતી માહિતી અનુસાર, મોરબી પેરોલ ફર્લો સ્કવોડ તથા એલ.સી.બી.ની ટીમને ખાનગીરાહે હકિકત મળેલ કે, ટંકારામાં ઘરફોડ ચોરી તથા લુંટના અલગ-અલગ ૦૨ ગુન્હામાં છેલ્લા ૧૩ વર્ષથી નાસતો ફરતો આરોપી કમલસિંહ થાનસિંહ અજનારીયા હાલે મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લા જેલ સામે આવેલ હોવાની ચોકકસ હકીકત મળતા જે હકીકતના આધારે સ્થળ પર જઇ તપાસ કરતા નાસતો ફરતો આરોપી કમલસિંહ થાનસિંહ અનારે મળી આવતા તેની ગત તા.૧૨/૦૭/૨૦૨૫ ના રોજ અલીરાજપુર જિલ્લા જેલ સામેથી પકડી પાડી હસ્તગત કરી મોરબી લાવી આગળની ઘટીત કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે