મોરબી જિલ્લામાં વાહન ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં અનડીટેક્ટ ચોરીના આરોપીઓ તથા ચોરી થયેલ મુદ્દામાલ શોધી કાઢવા સુચન કરવામાં આવતા વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ દ્વારા મોરબી જીલ્લામા અલગ અલગ જગ્યાએથી મોટર સાયકલો તથા એક સેન્ટ્રો કારની થયેલ ત્રણ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી એક ઇસમને પકડી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ વાંકાનેર બાઉંટ્રી ચેક પોસ્ટ પાસે વાહન ચેકિંગ કરતી હતી તે દરમ્યાન તેઓને મળેલ બાતમીનાં આધારે મોરબી જીલ્લામાં અલગ અલગ જગ્યાએથી મોટર સાયકલો તથા એક સેન્ટ્રો કારની થયેલ ત્રણ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી એક ઇસમને ત્રણ મોટર સાયકલ તથા એક સેન્ટ્રો કાર એમ મળી કુલ રૂ.૨,૪૫,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ચોરી કરનાર ભરતભાઈ દેવીદાસભાઈ મેસવાણીયા નામનાં એક આરોપીની અટક કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મોટરસાઇકલ ચોરી તથા સેન્ટ્રો કારની ચોરીનો તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મોટરસાઇકલ ચોરીનો તથા મોરબીના લઘધીર પુર રોડ ઉપરથી મોટરસાઇકલ ચોરી કર્યાનો ભેદ ઉકેલી, આરોપી સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.