વાંકાનેર સીટી પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે જીનપરા શેરી નં.૧૦ માં આવેલ રહેણાંક મકાનમાં રેઇડ કરતા જ્યાં ઈંગ્લીશ દારૂની ૨૬ બોટલ સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે ઈંગ્લીશ દારૂ લાવી આપનાર આરોપી દરોડા દરમિયાન હાજર નહિ મળી આવતા, તેને ફરાર જાહેર કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.
વાંકાનેર સીટી પોલીસ વિસ્તારમાં આવેલ જીનપરા શેરી નં.૧૦ માં રહેતો સાહિલ કુરેશી પોતાના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો છુપાવી તેનું વેચાણ કરતો હોવાની મળેલ પૂર્વ બાતમીને આધારે પોલીસે રેઇડ કરી હતી ત્યારે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂ રોયલ સ્ટગ વ્હિસ્કીની ૨૬ નંગ બોટલ મળી આવતા તુરંત હાજર આરોપી સાહિલ જુમાભાઈ કુરેશી ઉવ.૨૧ ની અટક કરી હતી. આ સાથે પકડાયેલ આરોપીની દારૂ અંગેની પૂછપરછમાં તેનો મોટોભાઈ રફીક જુમાભાઈ કુરેશી રહે. જીનપરા શેરી નં.૧૦ વાંકાનેર વાળો આ વિદેશી દારૂ આપી ગયો હોવાનું જણાવતા, વાંકાનેર સીટી પોલીસે રફીક કુરેશીને આ કેસમાં ફરાર દર્શાવી બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે