વાંકાનેર સીટી પોલીસ મથક વિસ્તારમાંથી વધુ એક બાઇકની ચોરી અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં વઘાસીયા નજીક સોમાણી સીરામીકમાં રહેતા તુષારભાઇ ડુંગરભાઇ પરમાર ઉવ.૩૩ એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં બાઇક ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે, જે ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈ તા.૨૩ એપ્રિલ ૨૦૨૫ ના સાંજના અરસામાં વાંકાનેર તાલુકાના રાણેકપર ગામના પાટીયા નજીક નેશનલ હાઇવેની કટ પાસે પાર્ક કરેલ સ્પ્લેન્ડર પ્લસ રજી.ન. જીજે-૧૩-બીજે-૪૬૦૨ વાળું બાઇક કોઈ અજાણ્યો વાહન ચોર ચોરી કરી લઈ ગયો હોય, જે બાઇક ચોરી અંગે ફરિયાદી તુષારભાઈએ પ્રથમ ઇ-એફઆઈઆર નોંધાવ્યા બાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં રૂબરૂ ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે