ટંકારામાં વાડીમાં રહી ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના પરિવારના ૩ વર્ષીય બાળકનું પાણીની કુંડીમાં પડી જવાથી મૃત્યુ નીપજતા સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો, ત્યારે મૃત્યુના બનાવ અંગે પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાના ચોકીદાર ફળીયા ગામના વતની હાલ મુકેશભાઈ રાઘવજીભાઈ છાત્રોલાની વાડીએ રહેતા ખેત મજૂર નારણભાઇ ડાવરનો પુત્ર વિકિભાઈ ઉવ.૦૩ ગઈ તા.૧૩/૦૭ ના રોજ ભાગીયુ રાખેલ વાડીએ રમતા રમતા પાણીની કુંડીમા પડી ડુબી જતા બેભાન હાલતમા ટંકારા દરકારી હોસ્પિટલ ખાતે સારવારમા લઇ જતા ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી માસુમને મૃત જાહેર કરવામાં આવ્યો હતો, ત્યારે બનાવ અંગે પોલીસને જાણ કરતા ટંકારા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી, જે બાદ મૃત્યુના બનાવ અંગે પોલીસે પ્રાથમિક વિગતો મેળવી અ.મોત રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે