મોરબી તાલુકાના બેલા ગામે સીસમ રોડ ઉપર શ્રીરામ પેકેજીંગ કારખાનાની બહારથી મોટર સાયકલની ચોરી થયા અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી આલાપ રોડ બ્લોક નં.૨૦૨ શિવ એપાર્ટમેન્ટ નવરંગ પાર્ક મોરબી રહેતા અને બેલા ગામે શ્રીરામ પેકેજીંગ નામે કારખાનું ધરાવતા પ્રતિકભાઈ મનહરભાઈ ફેફર ઉવ.૨૯ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં બાઇક ચોરી અંગે ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, કારખાનાના કામ સબબ રાખવામાં આવેલ સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-૦૩-ડીકે-૦૨૧૯ મોટર સાયકલ તા.૦૫/૦૭ના રોજ રાત્રીના ૧૧ વાગ્યાની આસપાસ પેકેજીંગ કારખાનાની બહાર પાર્ક કરીને પ્રતિકભાઈ પોતાની કાર લઈને ઘરે જતા રહ્યા હતા, જે બાદ બીજે દિવસે સવારે તા.૦૬/૦૭ના રોજ, આ પાર્ક કરેલ સ્પ્લેન્ડર પ્લસ ત્યાં જોવા નહીં મળતા, કારખાનાની આજુબાજુમાં બાઇક અંગે શોધખોળ કરતા મળી ન આવતા, કારખાનેદાર પ્રતિકભાઈએ બાઇક ચોરી અંગે પ્રથમ ઇ-એફઆઈઆર નોંધાવવામાં આવી હતી. હાલ તાલુકા પોલીસે અજાણ્યા વાહન ચોર આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.