Friday, July 18, 2025
HomeGujaratમોરબી: વસંત પ્લોટ વિસ્તારમાં ઘર પાસેથી એકટીવા મોપેડની ચોરી:સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ

મોરબી: વસંત પ્લોટ વિસ્તારમાં ઘર પાસેથી એકટીવા મોપેડની ચોરી:સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ

મોરબીમાં વાહન ચોરીના છાસવારે બનતા બનાવો અટકાવવા શહેર પોલીસ સદંતર નિષ્ફળ ગઈ છે, જો વાહન ચોરીના આંકડા માંડવામાં આવે તો જીલ્લામાં વાહન ચોરીની સરેરાશમાં એક દિવસમાં એક વાહનની ચોરી થતી હોવાનું કહી શકાય જેમાં મુખ્યત્વે શહેર વિસ્તારમાં વાહનની ચોરી વધારે થતી હોય છે. ત્યારે વધુ એક વાહન ચોરીના બનાવમાં વસંત પ્લોટ-૮ માં ઘર બહાર પાર્ક કરેલ હોન્ડા એકટીવા મોપેડની અજાણ્યા વાહન ચોર ઈસમ દ્વારા ચોરી કરીને લઈ ગયો છે. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં રેકોર્ડિંગ થઈ ચૂકી છે, ત્યારે હાલ, વાહનના માલીક દ્વારા એકટીવા ચોરી અંગે ઈ-એફઆઈઆર તથા રૂબરૂ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રવાપર રોડ ૮-વસંત પ્લોટમાં રહેતા મહેશભાઈ ભાઈલાલ જોષી ઉવ.૬૪ દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં હોન્ડા એકટીવા આઈ રજી.નં. જીજે-૦૩-એચજી-૪૦૧૮ મોપેડની ચોરી થયા અંગે અજાણ્યા વાહન ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ગઈ તા.૧૫/૦૭ ના રોજ રાત્રીના ૧૦ વાગ્યે મહેશભૌએ પોતાનું હોન્ડા એકટીવા આઈ ઘર બહાર પાર્ક કર્યું હતું, જે બાદ બીજા દિવસે વહેલી સવારે પોટ્સના નિત્યક્રમ અનુસાર, મંદિરે દર્શન કરવા મહેશભાઈ ઘરની બહાર નીકળ્યા ત્યારે ઘરની બગર પાર્ક કરેલ હોન્ડા એકટીવા જોવા ન મળતા, મોપેડ અંગે આજુબાજુમાં શોધખોળ કરી પરંતુ મળી આવેલ ન હોય. ત્યારે શેરીમાં લગાવેલ સીસીટીવી ફૂટેજ જોતા તા.૧૬/૦૭ની રાત્રીના ૩ વાગ્યાથી ૩.૩૦ વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યો ઈસમ આ એકટીવા ચોરી કરી લઈ જતો હોવાનું સામે આવ્યું હતું. હાલ એ ડિવિઝન પોલીસે ફરિયાદી મહેશભાઈની ફરિયાદને આધારે આરોપી અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!