Sunday, July 20, 2025
HomeGujaratમોરબી જીલ્લામાં પ્રોહીબીશનની મેગા કોમ્બીંગ ડ્રાઈવ:બૂટલેગરો વિરુદ્ધ કરાયેલ ૭૭ કેસમાં કુલ રૂપિયા...

મોરબી જીલ્લામાં પ્રોહીબીશનની મેગા કોમ્બીંગ ડ્રાઈવ:બૂટલેગરો વિરુદ્ધ કરાયેલ ૭૭ કેસમાં કુલ રૂપિયા ૨.૪૮ લાખનો મુદ્દામાલ કબજે કરાયો

એસપી રાહુલ ત્રિપાઠી અને બંને ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસની મેગા કોમ્બીંગ ડ્રાઇવ.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં પ્રોહીબીશન હેઠળ ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃતિઓ સામે જીલ્લા પોલીસ દ્વારા મોટી કામગીરી હાથ ધરવામાં આવી હતી. એસપી રાહુલ ત્રિપાઠી, ડીવાયએસપી પી.એ.ઝાલા અને ડીવાયએસપી એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા એકસાથે યોજાયેલ મેગા કોમ્બીંગ ડ્રાઇવમાં કુલ ૭૭ કેસ પકડી પાડવામાં આવ્યા હતા, જેમાં રૂ.૨.૪૮ લાખનો દારૂ અને ઉપયોગમાં લેવાતો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ આજે મોરબી જીલ્લામાં પ્રોહીબીશનના કાયદાનો કડક અમલ કરવા માટે વિશાળ પ્રોહીબીશન કોમ્બીંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત પોલીસ અધિકારીઓ, એલ.સી.બી. ટીમો અને સ્થાનિક પોલીસ સ્ટેશનોની ટીમોએ અલગ-અલગ ચેકિંગ પોઇન્ટ અને સ્થળોએ રેડ પાડી મોટી માત્રામાં દેશી દારૂ, ઇંગ્લીશ દારૂ અને દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડા આથાનો જથ્થો ઝડપી લીધો હતો.

 

આ મેગા ડ્રાઈવ દરમિયાન મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં : ૭ કેસમાં દેશી દારૂ ૨૬૮ લીટર કિ.રૂ.૫૩,૬૦૦/-, ઇંગ્લીશ દારૂ ૨ બોટલ કિ.રૂ.૩,૮૦૦/-, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં: કુલ ૨૦ કેસમાં દેશી દારૂ ૧૨૪ લીટર કિ.રૂ.૩૨,૮૦૦/-, ઇંગ્લીશ દારૂ ૧૩ બોટલ કિ.રૂ.૩,૨૫૦/-, મોરબી તાલુકા પોલીસ મથક: ૧૭ કેસ જેમાં ૧૩૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૨૬,૦૦૦/-, માળીયા(મી) પોલીસ સ્ટેશન: ૭ કેસમાં દેશી દારૂ ૨૫૨ લીટર કિ.રૂ.૫૦,૪૦૦/-, ઠંડો આથો ૧૨૫ લીટર કિ.રૂ.૩,૧૨૫/-, વાંકાનેર સીટી પોલીસ મથક: ૭ કેસમાં ૧૩ લીટર દેશી દારૂ, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન: ૬ કેસ જેમાં ૨૦ લીટર દેશી દારૂ અને ૨૦૨૫ લીટર દેશી દારૂ બનાવવાનો આથો, ટંકારા પોલીસ મથકમાં: ૬ કેસમાં ૨૩ લીટર દેશી દારૂ અને ઈંગ્લીશ દારૂની ૧ બોટલ, હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહી.ના કુલ ૭ કેસના દેશી દારૂ ૬૫ લીટર, આથો ૨૮૦ લીટર તમામ જીલ્લા પોલીસ મથકમાં નોંધાયેલ કેસમાં કુલ દેશી દારૂ: ૯૩૫ લીટર કિ.રૂ.૧,૮૭,૦૦૦/- આથો ૨૪૩૦ લીટર કિ.રૂ.૫૪,૨૫૦/-, ઇંગ્લીશ દારૂ ૧૬ બોટલ કિ.રૂ.૭,૧૫૦/- એમ કુલ રૂ.૨,૪૮,૪૦૦/- નો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!