મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ગેંડા સર્કલ નજીક બી ડિવિઝન પોલીસ વાહન ચેકીંગમાં હોય તે દરમિયાન સ્વીફ્ટ કાર રજી. જીજે-૩૬-એજે-૫૨૧૮ રોકી તેની તલાસી લેતા કારમાંથી બડવાઇઝર બિયરના ૧૩ નંગ ટીન કિ.રૂ.૩,૨૫૦/-મળી આવ્યા હતા, જેથી તુરંત કાર ચાલક આરોપી નરેન્દ્રભાઇ શાંતીલાલ સુમ્બડ ઉવ.૩૭ રહે. મોરબી ગોલ્ડન પ્લાઝા એપાર્ટમેન્ટ છઠ્ઠા માળે બ્લોક નં.૬૦૧ શનાળા બાયપાસ મોરબી વાળાની અટકાયત કરવામાં આવી છે. આ સાથે પોલીસે સ્વીફ્ટ કાર કિ.રૂ.૩ લાખ તથા બિયર ટીન મળી કુલ રૂ.૩,૦૩,૨૫૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.