મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા આગામી તા.ર૭/૦૭/૨૦૨પ નાં રોજ સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ ૫ થી અનુસ્નાતક કક્ષા તેમજ વિવિધક્ષેત્રે ગૌરવ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે.
મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા આગામી તા.ર૭/૦૭/૨૦૨પ ને રવિવારના રોજ બપોરે ૩.૦૦ કલાકે કેશવ બેન્કવેટ હોલ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શિક્ષણ ઉત્કર્ષથી સંગઠન અને સવર્વાંગી વિકાસના ઉચ્ચતમ આયામો હાંસલ કરવાના શુભ આશયથી છેલ્લા ૫૩ વર્ષથી નિરંતર યોજાતા સરસ્વતી સન્માન સમારંભમાં ધોરણ ૫ થી અનુસ્નાતક કક્ષા તેમજ વિવિધક્ષેત્રે ગૌરવ પ્રાપ્ત કરનાર રાજપૂત સમાજના વિધાર્થી તેમજ પ્રતિભાવંત મહાનુભાવોને પુરસ્કાર, સન્માન તેમજ સ્મૃતિચિન્હ અર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પધારવા મોરબી જીલ્લા રાજપૂત સમાજના મહામંત્રી મહાવિરસિંહ એન. જાડેજા (વિરપરડા) તથા પ્રમુખ દશરથસિંહ યુ. ઝાલા (અદેપર) દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવામાં આવ્યું છે. તેમજ કાર્યક્રમ પુર્ણથયે ભોજનનું ઓણ આયોજન કરવામાં આવ્યું છે