મોરબીની ઉમા વિદ્યા સંકુલ ખાતે ગાયત્રી પરીવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોને વ્યસન ના કરવું અને બીજાંને વ્યસન મુક્ત કરવા માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર મોરબી દ્વારા આજે ઉમા વિદ્યા સંકુલ (ઉમા ટાઉનશિપ) ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોરબી જિલ્લા DDO જે. એસ. પ્રજાપતિ, DDO શૈલેષ ભાઈ ભટ્ટ તેમજ ગાયત્રી પરિવાર મોરબી તરફથી અનિલભાઈ વીઠલાપરા, ગડારા પાર્થભાઈ, ગડારા વાત્સલ્યભાઈએ હાજર રહી બાળકોને વ્યસન ના કરવું અને બીજાંને વ્યસન મુક્ત કરવા માટેના શપથ લેવડાવ્યા હતા. તેમજ બાળકોને વ્યસન મુક્તિ તેમજ વિધાર્થી જીવનમાં તેમને શું કરવું જોઈએ તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના પ્રમુખ અશ્વિનભાઈ અઘારા અને અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓનો ખૂબ સારો સહકાર મળ્યો હતો. તેમજ કાર્યક્રમના અંતમાં DDO પ્રજાપતિએ પોતે વિદ્યાર્થીઓ માટે પ્રેરણા શ્રોત બની બીજું કોઈ વ્યસન તો નથી પરંતુ આજથી ચા કે કોફી પણ નહીં પીવે એવો પોતે સંકલ્પ લીધો હતો. જેનાથી વિદ્યાર્થીઓમાં પણ નાનામાં નાના વ્યસન પણ નહીં કરવાની પ્રેરણા મળી હતી