મોરબી શહેરના જુના મહાજન ચોક વિસ્તારમાં આવેલ નીલકંઠ પ્લાઝા પાસે પાર્ક કરેલ બાઇકની અજાણ્યા ચોર દ્વારા ચોરી કર્યા અંગે અત્રેના એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ પોલીસે આરોપી અજાણ્યા વાહન ચોર સામે ગુનો દાખલ કરી તપાસની તજવીજ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીબ ભવાની ચોક બક્ષી શેરીમાં રહેતા હાર્દિકભાઈ જનકરાય જાની ઉવ.૩૩ એ એ ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી કે ગત તા.૦૪/૦૭ના રોજ પોતાના નામે રજીસ્ટર બજાજ કંપનીનું પ્લેટીના રજી.નં. જીજે-૦૩-ઈડી-૫૧૩૫ વાળું મોટર સાયકલ તેમના નાનાભાઈ હર્ષભાઇ લઈને જુના મહાજન ચોક ખાતે નીલકંઠ પ્લાઝમા પ્રિન્ટર રિપેરિંગ કરાવવા ગયા હતા, ત્યારે તેઓએ ઉપરોક્ત પ્લેટીના બાઇક નીલકંઠ પ્લાઝા નીચે જાહેરમાં હેન્ડલ લોક કરી પાર્ક કર્યું હતું, આશરે બે કલાક બાદ હર્ષભાઈ તેમનું કામ પૂર્ણ કરીને જ્યાં મોટર સાયકલ પાર્ક કર્યું તે સ્થળે આવીને જોતા તેમનું મોટર સાયકલ ત્યાં જોવામાં આવ્યું ન હતું, જેથી મોટર સાયકલ અંગે આજુબાજુમાં તપાસ કરતા મળી આવેલ ન હોય જેથી મોટર સાયકલ ચોરી અંગે પ્રથમ ઇ-એફઆઈઆર બાદ હાલ હાર્દિકભાઈ રૂબરૂ એ ડિવિઝન પોલીસ મથકે આવ્યા હતા, જ્યાં તેઓની ફરિયાદને આધારે પોલીસે આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી અલગ અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.