મોરબીની દીકરીને જૂનાગઢના પતિ સહિતના સાસરીયાઓ ઘરકામ તથા કરિયાવર ઓછો લાવી તેવા મેણાં ટોણા આપી મારકુટ, શારીરિક માનસિક ત્રાસ આપતા હોય જેથી પીડિતાએ તેમના પતિ સહિત સસરા અને સાસુ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ ફાલ્ગુનીબેન અલ્પેશકુમાર કૈલા ઉવ.૪૩ મૂળ રહેવાસી જુનાગઢ અને હાલ મોરબીમાં રહેતા હોય તેમણે પોતાના પતિ અલ્પેશભાઇ જેરાજભાઈ કૈલા, સસરા જેરાજભાઇ ગોવિંદભાઇ કૈલા તથા સાસુ સવીતાબેન જેરાજભાઈ કૈલા બધા રહે. વિનાયક રેસીડેન્સી ડી-૩૦૩ અક્ષર ટાઉનશીપની બાજુમા ચોબારી રોડ જુનાગઢ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરીયાદી ફાલ્ગુનીબેનને આ આરોપીઓએ અવારનવાર નાની નાની બાબતમા તથા ઘરકામ બાબતે તેમજ કરીયાવર ઓછો લાવી છો તેમ મેણાટોણા મારી ફાલ્ગુનીબેનના પતિને આરોપીઓ ખોટી ચડામણી કરતા, મારકુટ કરી શારીરીક અને માનસીક દુખ ત્રાસ આપી ગુન્હામા એકબીજાને મદદગારી કરતા હોવાની ફરિયાદને આધારે પોલીસે આરોપી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.