Sunday, July 20, 2025
HomeGujaratટંકારામાં અગાઉ એનડીપીએસના ગુનામાં સંડોવાયેલ આરોપી સહિત પરિવારના સભ્યોએ પોલીસ કર્મચારીઓ ઉપર...

ટંકારામાં અગાઉ એનડીપીએસના ગુનામાં સંડોવાયેલ આરોપી સહિત પરિવારના સભ્યોએ પોલીસ કર્મચારીઓ ઉપર કર્યો હુમલો

પોલીસની ફરજમાં રુકાવટ કરી મહિલા સહિતના ત્રણ વ્યક્તિએ અપશબ્દો બોલી હુમલો કરી ધાક ધમકીઓ આપી.

- Advertisement -
- Advertisement -

ટંકારા પોલીસ મથકમાં અગાઉ એન.ડી.પી.એસ.ના કેસમાં પકડાયેલ હોવાથી સતત તપાસ માટે આવતા પોલીસકર્મીઓ સામે ખાર રાખી. આરોપી તથા તેની માતા અને ભાઇએ મળીને રીતસરનો ઉહાપોહ મચાવ્યો હતો, જેમાં ઘરે તપાસમાં આવેલ પોલીસને ગાળો આપી, રસ્તા પર દોડી ટ્રાફિકમાં અવરોધ કર્યો હતો, જે બાબતે આરોપીઓને સમજાવતાં પોલીસકર્મીઓ ઉપર મહિલા સહિત ત્રણેય આરોપીઓએ શારીરિક હુમલો કર્યો હતો. પોલીસ પર ફરજ દરમિયાન હુમલો થવાને ખૂબ ગંભીરતા સાથે લેતાં ટંકારા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ બીએનએસ કલમ ૧૨૧(૧), ૨૨૪, ૨૨૬ સહિતની કડક કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

ટંકારા તાલુકામાં ચિંતાજનક બનાવ સામે આવ્યો છે, જેમાં અગાઉ એનડીપીએસના અતિ ગંભીર ગુનામાં પકડાયેલ આરોપી નિજામ ઇબ્રાહીમભાઇ આમરોણીયાના ઘરે તપાસ અર્થે ગયેલ પોલીસકર્મી પોતાની ફરજ બજાવી રહ્યા હતા, આરોપીની માતા અને ભાઈ એમ ત્રણેય જણાએ જાહેર રસ્તા પર હુલ્લડ અને હુમલો કરીને ફરજમાં અવરોધ ઊભો કર્યો હતો. સમગ્ર બનાવ અંગે મળતી વિસ્તૃત વિગત મુજબ, ટંકારા પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ઈશ્વરભાઈ રાઠોડે આરોપી નિજામ ઇબ્રાહીમભાઇ આમરોણીયા, જેતુનબેન ઇબ્રાહીમભાઇ આમરોણીયા તથા આરોપી કાસમ ઇબ્રાહીમભાઇ આમરોણીયા રહે.બધા ટંકારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, આરોપી નિજામ ઇબ્રાહીમભાઇ આમરોણીયા અગાઉ એન.ડી.પી.એસ.ના કેસમા પકડાયેલ હોય અને અવાર નવાર પોલીસ ચેક કરવા જાય ત્યારે અગાઉના એન.ડી.પી.એસ.ના કેસનો ખાર રાખી ગઈકાલ તા.૧૯/૦૭ના રોજ આરોપી તથા તેની માતા જેતુનબેન તથા તેનો ભાઇ કાસમ આમરોણીયાઓ પોલીસને જેમ ફાવે તેમ બોલી અપશબ્દ બોલી એકબીજાને મદદગારી કરી રોડ ઉપર દોડી જઇ વાહનોને અવરોધ ઉભું કર્યું હતું, જેથી પોલીસકર્મીઓ દ્વારા તેઓને ટ્રાફિકને અડચણ નહી કરવા સમજાવવા તથા ટ્રાફિક કલીયર કરાવવા જતા ઉપરોકત ત્રણેય જણાઓએ પોલીસ પર હુમલો કરી કાયદેસરની ચાલુ ફરજમા રુકાવટ ઉભુ કરી અને કાયદેસરની ફરજ દરમ્યાન ઉશ્કેરાટ કરી બોલાચાલી કરી અપશબ્દ બોલી અપમાનિત કરી પોલીસ કર્મચારીઓ ઉપર હુમલો કરીને ગંભીર ઇજાઓ પહોચાડી ધમકી આપી કે ‘હવે મારા ઘરે તપાસ કરવા આવશો તો તમને બધાને જોય લઇશ’ તેમ ધમકી આપી હતી. હાલ ટંકારા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!