મોરબીના બેલા ગામ નજીક આવેલ લીફટિંગ કારખાનામાં રહેતા શાલીનીબેન રાજેશભાઇ નાયક ઉવ.૧૯ એ ગઈકાલ તા.૧૯ જુલાઈના સવારના ૦૮/૨૦ પહેલા કોઇપણ સમયે મોરબી તાલુકાના બેલા રોડ પર આવેલ લીફટીંગ કંપનીમાં કોઇ કારણોસર ગળેફાંસો ખાઇ લેતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું, જેથી મૃતકની ડેડબોડી પીએમ અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા જ્યાં ફરજ ઉપર હાજર ડોક્ટરે પોલીસને જાણ કરતા, પોલીસ ટીમ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી, મૃત્યુના બનાવની તપાસ શરૂ કરી હતી, ત્યારે પોલીસ તપાસમાં મૃતક પરિણીતાના એક વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું સામે આવ્યું હતું, હાલ તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે