મોરબીના નવલખી રોડ ઉપર રહેતા કાંતિભાઇ દેવજીભાઇ સરવૈયા ઉવ.૪૫ ગઈકાલ તા.૧૯/૦૭ના રોજ સાંજના સાત વાગ્યા આસપાસ નવલખી ફાટકથી આગળ જેપુર ગામ નજીક રેલ્વેના પાટા પર ટ્રેન હડફેટે આવી જતાં કાંતિભાઈને ગંભીર ઇજાઓ પહોચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃતકની લાશ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. હાલ તાલુકા પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે