નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં FDP અંતર્ગત ગઈકાલે નવયુગ ગ્રુપ ઓફ કોલેજના તમામ પ્રોફેસરો માટે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બધા જ ફેકલ્ટીને Professonal Etiquette વિશે માહિતી આપવામાં આવી હતી.
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં FDP અંતર્ગત ગઈકાલે તા. ૧૯-૦૭-૨૦૨૫ શનિવારના રોજ પહેલા સેશનમાં K.S.N. કણસાગરા મહિલા કોલેજ, રાજકોટમાં ફરજ બજાવતા પ્રો. ડો.પ્રેરણા બૂચએ ઉપસ્થિત રહી બધા જ ફેકલ્ટીને Professonal Etiquette વિશે માહિતી આપી હતી. તેમને પોતાના વકતવ્યમાં કઈ રીતે સારા મેનર્સ કેળવી શકાય અને તેનાથી આપણા અંગત જીવનમાં શું ફાયદો થાય તેમજ વિદ્યાર્થીઓ સાથે કઈ રીતે વર્તવું, કઈ રીતે એ આપણને સરળતાથી સમજી શકે, આપણે માત્ર એક જ નથી પણ આપણે ઘણા બધા લોકો સાથે સંકળાયેલા છીએ, વગેરે જેવી જરૂરી વાતો શીખવી હતી. આ કાર્યક્રમનાં બીજા સેશનમાં ડો.અર્જુન દવે ઉપસ્થિત રહ્યાં હતા.
તેમને બધા જ પ્રોફેસરને NEP – 2020 વિશે માહિતી આપી હતી. તેનું બંધારણ કઈ રીતે થયું, તે આપણને કઈ રીતે ઉપયોગી છે, અને આપણે તેનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ છીએ. તેમજ તેમને બધાને સમજાવ્યું કે કોઈ પણ કોઈને શીખવી શકતા નથી. શીખવાનું કામ જાતે કરવું પડે છે અને એ પ્રોસેસમાં આપણાથી વિદ્યાર્થીઓને કઈ રીતે ઉપયોગી થવાય, Bloom Taxonomy ની જરૂરી માહિતી પણ આપી તેમજ મેન્ટરીંગ, ઓરિએન્ટેશન અને એસેસમેન્ટ વિશે પણ ખૂબ ઊંડાણ પૂર્વક સમજાવ્યું હતું. સંપૂર્ણ કાર્યક્ર્મ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયા સરના માર્ગદર્શન હેઠળ ખૂબ જ સારી રીતે, ઉપયોગી નીવડે એ રીતે પૂર્ણ થયો હતો.