Monday, July 21, 2025
HomeGujaratમોરબીના ભડીયાદ કાંટા પાસે રેલ્વે ફાટક પાસેનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં :...

મોરબીના ભડીયાદ કાંટા પાસે રેલ્વે ફાટક પાસેનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં : તાકીદે રીપેર કરવા સ્થાનિકોની માંગ

મોરબીના ભડીયાદ કાંટા પાસે રેલ્વે ફાટકથી ઉમિયાનગર તેમજ માળિયા-વનાળિયા જવા માટેનો રસ્તો અતિ બિસમાર હાલતમાં છે, જેના કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે આ રસ્તાને તાકીદે રીપેર કરવા માંગ ઉઠી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના ભડીયાદ કાંટા વાળી રેલ્વે ફાટક નં.26 થી ઉમિયાનગર તેમજ માળિયા-વનાળિયા જવા માટેનો રસ્તો અતિ ખરાબ હાલતમા છે. જેને રીપેરીંગ કરાવવા સ્થાનિકો દ્વારા અનેક વખત તંત્રને રજૂઆત કરવામાં આવી છે. તેમજ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ રસ્તો અતિ ખરાબ હાલતમા હોવાથી વાહનચાલક તેમજ ચાલીને જતા લોકો રોજ આ રસ્તા પર સ્લીપ થઇને પડી જાય છે અને તેઓને નાની-મોટી ઇજાઓ થાય છે. તેમજ સતત ગટરના પાણી પણ રસ્તા ઉપર નીકળે છે. તો તે ગટરના પાણીની સમસ્યા પણ દૂર કરવા સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!