મોરબીમાં અનેક સમસ્યાનો ઉદ્દભવી છે અને લોકો સમસ્યાને લઈ ચક્કાજામ અને રજૂઆતો કરી રહ્યા છે. ત્યારે મોરબીના સેવાભાવી અને સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશનના સંસ્થાપક તેમજ મોરબી જિલ્લા પંચાયતના ઉત્પાદન અને સિંચાઈ સમિતિના ચેરમેન અજયભાઈ લોરિયા લોકોની વ્હારે આગળ આવ્યા છે. પ્રજાની વચ્ચે આવનાર અને કામોની ખાતરી આપનાર ભાજપના યુવા આગેવાન અજયભાઈ લોરિયા છેલ્લા ઘણા દિવસોથી અલગ અલગ-અલગ જગ્યાએ સ્વખર્ચે મશીનો મંગાવી જાત નિરિક્ષણ કરીને કામો કરાવી રહ્યા છે.
ત્યારે મોરબીના નેશનલ હાઈવેથી ગુંગણથી કુષ્ણનગર ગામ સુધીને જોડતા રસ્તાનું કામ આજે મોરબી જિલ્લા પંચાયતના અધિકારીઓની સૂચનાથી શરૂ કરાવવામાં આવ્યું હતું. ત્યારે અજયભાઈ લોરિયાએ આ કામનું નિરીક્ષણ કર્યું હતું. આ અંગે માહિતી આપતા ગુંગણ ગામના મહાવીરભાઈ જાડેજાએ જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી નેશનલ હાઈવેથી ગુંગણ-કુષ્ણનગર સુધીના રોડના આગળના ભાગે 600 મિટર જેટલા રોડનું કામ અધરું છોડી દીધું હતું. જેના કારણે વાહન ચાલકોને ચાલવું પણ મુશ્કેલ બન્યું હતું. ત્યારે મોરબી જિલ્લા પંચાયતના ચેરમેન અજયભાઇ લોરિયાને અગાઉ રજૂઆત કરી હતી અને ગઈકાલે ફોન કરી વરસાદના કારણે રસ્તાની હાલત અતિ બિસ્માર હાલતમાં હોવાનું જણાવતા તેમણે કામ શરૂ કરાવ્યું હતું. અમે અજયભાઈ લોરિયનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તેમણે અમારી રજૂઆતને ધ્યાને લઈ સમસ્યાનું નિવારણ લાવ્યું હતું.