મોરબી શહેરની વાવડી ચોકડી ખાતેથી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા એકટીવા રજી.નં. જીજે-૩૬-એક્યુ-૨૩૦૮માં વિદેશી દારૂ રોયલ સ્ટગની એક બોટલ સાથે આરોપી પ્રિન્સભાઈ ચંદુલાલ ચાવડા ઉવ.૨૩ રહે. માધાપર શેરી નં.૭ મોરબી વાળાને રંગેહાથ ઝડપી લીધેલ છે, જ્યારે દારૂ આપનાર આરોપી રાહુલભાઈ રમેશભાઈ પરેસા રહે. માધાપર શેરી નં.૩ મોરબી વાળાના નામની કબુલાત આપતા સીટી એ ડિવિઝન પોલીસે તે આરોપીને ફરાર દર્શાવી એકટીવા સહિત કુલ રૂ.૫૦,૩૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી બન્ને આરોપીઓ સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ફરાર આરોપીને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે.