વાંકાનેર સીટી પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે મીલ પ્લોટ ફાટક નજીક રહેણાંક મકાનમાં દરોડો પાડી ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની ૫૮ નંગ બોટલ સાથે મકાન-માલીકની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે ઈંગ્લીશ દારૂ વેચાણ માટે આપી જનાર સુરેન્દ્રનગરની મહિલા આરોપીનું નામ ખુલ્યું હતું. હાલ વાંકાનેર સીટી પોલીસે ઈંગ્લીશ દારૂનો જથ્થો કબ્જે લઈ બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આરોપી મહિલાને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી વિગતો અનુસાર, વાંકાનેર સીટી પોલીસ ટીમને બાતમી મળી કે, મીલ પ્લોટ ફાટક પાસે આવેલ સ્વપ્ન લોક સોસાયટી કોમન પ્લોટ પાસે રહેણાંક મકાનમાં, મકાન માલીક રમેશભાઈ કુકાવા વિદેશી દારૂનો જથ્થો રાખી એનું વેચાણ કરે છે, જે બાતમીને આધારે રેઇડ કરતા, પોલીસે સ્થળ ઉપરથી ઈંગ્લીશ દારૂની વિવિધ બ્રાન્ડની ૫૮ બોટલ કિ.રૂ.૭૮,૮૦૦/- મળી આવી હતી, જેથી મકાન માલીક આરોપી રમેશભાઈ રઘુભાઈ કુકાવા ઉવ.૪૫ ની અટક કરી હતી, જ્યારે આરોપીની પૂછતાછમાં આ ઈંગ્લીશ દારૂનો જથ્થો સુરેન્દ્રનગરની મહિલા સકુબેન મુસ્લિમ પાસેથી વેચાણ અર્થે લાવ્યો હોવાનું જણાવતા, પોલીસે મહિલા આરોપીને ફરાર દર્શાવી બંન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી મહિલાને પકડી લેવા તપાસનો તજવીજ હાથ ધરી છે