ટંકારા તાલુકાના લજાઈ ગામે ઘર પાસે મોબાઇલનો ટાવર મુકવા બાબતના વિવાદે યુવક ઉપર વિરપર ગામના બસ સ્ટેન્ડ પાસે ઘાતક હુમલો થયો હતો. જેમાં લોખંડના પાઈપ, લાકડાના ધોકા અને ધારિયા વડે હુમલો કરી યુવકને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. હુમલામાં યુવકને ટંકારા, મોરબી બાદ રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવેલ, જે બાદ ઇજાગ્રસ્ત યુવકે પાંચ શખ્સો વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા ગૌતમભાઈ ભલાભાઈ સારેસા ઉવ.૩૭ ઉપર હુમલાનો બનાવમાં પાંચ આરોપી અશોક જીવાભાઇ ચાવડા, પ્રિન્સ અશોકભાઈ ચાવડા, રૂત્વીક અશોકભાઈ ચાવડા, રોહિત પ્રેમજીભાઈ ચાવડા તથા હાદિક નરેશભાઈ ચાવડા તમામ રહે. લજાઈ ગામ તા. ટંકારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, ફરિયાદ અનુસાર, આરોપી અશોક જીવાભાઈ ચાવડાએ ફરીયાદીને ધમકી આપી કહેલું કે “તારા ઘરની સામે મોબાઇલનો ટાવર ઊભો કરવો છે, તારાથી થાય તે કરી લેજે,” અને ગાળો આપી હતી. જે બાદ ફરિયાદી ગૌતમભાઈ કામ સબબ વિરપર ગયા હતા જ્યાં વિરપર ગામના બસ સ્ટેન્ડ પાસે આરોપીઓ પ્રિન્સ અશોકભાઈ ચાવડા, રૂત્વીક અશોકભાઈ ચાવડા, રોહિત પ્રેમજીભાઈ ચાવડા અને હાર્દિક નરેશભાઈ ચાવડા ફોર વ્હીલર ગાડીમાં પહોંચી, જ્યાં આરોપી લાકડાના ધોકા, લોખંડના પાઈપથી અને ધારિયા વડે ગૌતમભાઈને માથામાં, હાથમાં તથા શરીરે ઇજાઓ પહોંચાડી હતી. ત્યારે ગૌતમભાઈને ટંકારા મોરબી બાદ રાજકોટ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. હાલ ટંકારા પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે