Tuesday, July 22, 2025
HomeGujaratવાંકાનેરમાં કારમાં લઈ જવાતો દેશી દારૂનો જથ્થો ઝડપાયો

વાંકાનેરમાં કારમાં લઈ જવાતો દેશી દારૂનો જથ્થો ઝડપાયો

વાંકાનેર સીટી પોલીસ દ્વારા બાતમીના આધારે વાંકાનેર સ્વપ્નેશ્વર મહાદેવ મંદિર સામે નદીના પટ્ટમા રેઈડ કરી દેશીદારૂ ભરેલ સ્વિફટ ગાડી પકડી પાડી છે. અને દેશીદારૂનો ૫૫૦ લીટરનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેર સીટી પોલીસની ટીમને બાતમી મળી હતી કે, એક સફેદ કલરની સ્વિફટ ગાડી વાંકાનેર બાઉન્ટ્રી તરફથી મોરબી તરફ જનાર છે. જેમાં દેશી દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે. જે હકિકતનાં આધારે પોલીસ સ્ટાફના માણસો નેશનલ હૌવે કેરાળા ગામના બોર્ડ પાસે વોચમા હતા. તે દરમિયાન મળેલ બાતમીનાં અનુસાર ગાડી આવતા પોલીસે કારને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કાર ચાલકે ગાડી ભાગાડી નાશી છૂટતા પોલીસે કારનો પીછો કરી આસીયાના સોસાયટી પાછળ સ્પ્રનેશ્વર મહાદેવ મંદિર સામે નદીના વોકરામા કાર ચાલક કાર મુકીશ નાશી છૂટ્યો હતો. ત્યારે પોલીસે સ્થળ પરથી કારને પકડી પાડી કારમાંથી દેશીદારૂનો ૫૫૦ લીટરનો રૂ-૧,૧૦,૦૦૦/-નો મુદ્દામાલ મળી કુલ મુદામાલ રૂ- ૬,૧૦,૦૦૦/-નો મુદામાલ પકડી પાડી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહીધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!