મોરબી જિલ્લા પોલીસ દ્વારા બુટલેગરો સામે ઘોસ બોલાવવામાં આવી છે અને દેશી-વિદેશી દારૂના ધંધાર્થીઓ પર રેઈડ કરી મુદ્દામાલ કબ્જે કરવામાં આવી રહ્યો છે.ત્યારે વાંકાનેર સીટી તથા તાલુકા પોલીસ દ્વારા પ્રોહીબીશન અંગે રાખવામા આવેલ કોમ્બીંગ દરમ્યાન પ્રોહીબીશનના કુલ ૪૪ કેસો શોધી કાયદેસરની કર્યવાહી કરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લામાં પ્રોહીબિશનની અસામાજીક પ્રવ્રુતિ સદંતર નાબુદ કરવા બુટલેગરો વિરૂધ્ધ કડક કાર્યવાહિ કરવા રાજકોટ રેન્જ આઈ.જી. દ્વારા મોરબી જિલ્લા પોલીસને સૂચના આપવામાં આવી છે. જેને લઇ ગત તા-૧૮/૦૭/૨૦૨૫ થી ૨૦/૦૭/૨૦૨૫ સુધીની પ્રોહીબીશન કોમ્બીંગ ડ્રાઇવ રાખવામા આવેલ હતી. જે કોમ્બીંગ ડ્રાઇવ દરમ્યાન વાંકાનેર વિભાગના તમામ પોલીસ સ્ટેશનના અધિકારી/કર્મચારીઓ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી કુલ ૪૪ જેટલા પ્રોહીબીશનના સફળ કેસો શોધી કાઢવામા આવ્યા છે. અને પ્રોહીબિશનની અસામાજીક પ્રવ્રુતિને નેસ્ત નાબુદ કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જે વાંકાનેર વિભાગની કોમ્બીંગ ડ્રાઇવ દરમ્યાન વાંકાનેર સીટી પોલીસ દ્વારા ૧૧ કેસો શોધી રૂ-૧,૪૪,૨૦૦/-નો ૭૨૧ લીટર દેશી દારૂ તથા ૫૯ બોટલનો રૂ-૭૯,૯૦૦/-નો ઇગ્લીશ દારૂ, વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ૧૩ કેસોમાં રૂ-૨૦,૬૦૦/-નો ૧૦૩ લીટર દેશી દારૂ, રૂ-૪૪,૭૨૫ની કિંમતનો ૨૦૨૫ લીટર આથો તથા રૂ-૧૫,૦૦,૯૦૦/-નો ૧૧૭૪ બોટલ ઇગ્લીશ દારૂ, ટંકારા પોલીસ દ્વારા ૦૮ કેસોમાં રૂ.૧૦,૦૦૦/-નો ૫૦ લીટર દેશી દારૂ તથા ૦૧ ઇગ્લીશ દારૂની બોટલનો રૂ-૧૦૦/- તથા હળવદ પોલીસ દ્વારા ૧૨ કેસોમાં રૂ-૨૦,૦૦૦/- ની કિંમતનો ૧૦૦ લીટર દેશી દારૂમળી પ્રોહીબિશનના કુલ ૪૪ કેસો શોધી કુલ ૯૭૪ લીટર દેશીદારૂનો રૂ-૧,૯૪,૮૦૦/- તથા રૂ-૪૪,૭૨૫નો ૨૦૨૫ લીટર આથો તથા રૂ-૧૫,૮૦,૯૦૦/-ની કિંમતની ૧૨૩૪ ઇંગ્લીશ દારૂની બોટલ મળી કુલ રૂ-૧૮,૨૦,૪૨૫/- નો મુદામાલ શોધી કાઢવામા સફળતા મેળવી છે.