અમદાવાદ જિલ્લાના સાણંદ વિસ્તારમાં આવેલા ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં ગઈકાલે મોડી રાત્રે યોજાયેલી હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટી પર અમદાવાદ ગ્રામ્ય પોલીસે રેડ કરી હતી.પોલીસે રિસોર્ટમાં હાજર ૭૦ થી ૮૦ લોકોની તપાસ કરી,જેમાંથી ૧૩ યુવકો અને ૨૬ યુવતીઓ મળી કુલ ૩૯ વ્યક્તિઓ દારૂના નશામાં પકડાયા હતા.
મળતી માહિતી અનુસાર, અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ગત મોદી રાત્રે ગ્લેડ વન ગોલ્ફ ક્લબ રિસોર્ટમાં રેડ પાડવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રિસોર્ટમાં યોજાયેલી હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટીમાં ૭૦ થી ૮૦ લોકો દારૂની પાર્ટી કરી રહ્યા હોવાની પોલીસને માહિતી મળી હતી. જે બાતમીનાં આધારે સાણંદ, અસલાલી, ચાંગોદર, બોપલ પોલીસની ટીમે પ્રતીક સાંધીની બર્થડે પાર્ટી પર રેડ કરતા ૧૩ પુરુષો અને ૨૬ મહિલાઓ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. જેઓની પોલીસે અટકાયત કરી ૫ દારૂની બોટલ અને હુક્કા કબજે કર્યો હતા.