મોરબી પોલીસ દ્વારા સાતમ-આઠમનો તહેવાર અને શ્રાવણ મહિનો નજીક આવતા શ્રાવણીયો જુગાર રમતા પત્તાપ્રેમીઓ વિરુધ્ધ કાર્યવાહી આદરી છે. જેને લઈ સીટી બી ડીવીજન પોલીસ દ્વારા બાતમીના આધારે મહેન્દ્રનગરમાં રેઈડ કરી જાહેરમાં જુગાર રમતા ૫ શકુનીઓને પકડ પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડીવીજન પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, મહેન્દ્રનગર શીતળામાં મંદિરની બાજુમાં અમુક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી જુગાર રમતા આકાશભાઈ ગોપાલભાઇ કુંડીયા, અશ્વીનભાઈ ગોપાલભાઇ કુંડીયા, ગણપતભાઇ માનસીંગભાઇ હળવદીયા, નરેનભાઇ સંતોષભાઈ જાટવ તથા મહેશભાઇ દિનેશભાઇ પરસવાણી નામના શખ્સોને રોકડા રૂ.૧૩,૨૫૦/- ના મુદામાલ સાથે પકડી પાડી જુગાર ધારા-૧૨ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે