વાંકાનેર જીનપરા શેરી નં.૧૦ માં રહેતા નવઘણભાઇ મેરુભાઇ સેટાણીયા ઉવ.૩૫એ પાડોશી રફીકભાઈ જુમાભાઈ કુરેશી તથા અજાણ્યા બે ઈસમો સહિત ત્રણ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે, ગઈ તા.૧૯/૦૭ના રોજ સાંજે નવઘનભાઈ ચા પીવા જીનપરા જકાતનાકા નજીક ચા ની લારીએ ગયા હતા, ત્યારે ત્યાં તેની પડોશમાં રહેતો રફીક કુરેશી અન્ય બે અજાણ્યા ઈસમો સાથે આવી અગાઉની બોલાવહાલીનો ખાર રાખી લાકડાના ધોકા વડે નવઘણભાઈ ઉપર હુમલો કર્યો હતો, અને આડેધડ ધોકા ફટકારી મૂંઢ ઇજાઓ પહોંચાડી હતી જ્યારે સાથેના અન્ય બે ઈસમોએ નવઘણભાઈને ઢીકાપાટુનો મૂંઢ માર માર્યો હતો, ત્યારે ત્યાં આજુબાજુથી લોકો ભેગા થઈ જતા ત્રણેય આરોપીઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા, હાલ સીટી પોલીસે નવઘણભાઈની ફરિયાદને આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.