મોરબી, 23 જુલાઈ, 2025 – હવે મોરબીના દર્દીઓને કેન્સર તપાસ માટે રાજકોટ જવાની જરૂર નહીં રહે, કારણ કે એચસીએજી હોસ્પિટલ્સ, રાજકોટના નિષ્ણાત કેન્સર સર્જન ડૉ. મોનીલ પરસાણા હવે મોરબીમાં દર મહિને રાહતદરે કન્સલ્ટેશન આપશે.
ડૉ. મોનીલ પરસાણા (M.Ch – Head & Neck Surgery) મુખ્યત્વે મોઢા અને ગળાના કેન્સરના નિષ્ણાત છે અને તેઓ મોરબીના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓને વિશિષ્ટ માર્ગદર્શન આપશે.
તારીખ 23 જુલાઈ, 2025
ના રોજ સવારે 11:00 થી 12:00 વાગ્યા સુધી સત્યમ હોસ્પિટલ – સરદાર બાગ પાસે, શનાળા રોડ, મોરબી ખાતે આ કેમ્પ યોજાશે.આ સેવા માટે વિશેષ માહિતી અને એપોઇન્ટમેન્ટ માટે મોબાઈલ નંબર 81605 16145 પર સંપર્ક કરો.
આ હોસ્પિટલમાં કાન નાક અને ગળાના કેન્સરની સારવાર ઉપલબ્ધ છે.તેમજ મોઢાનું અને જડબાનું કેન્સર,થાઇરોઇડની ગાંઠ,સ્વરપેટીનું કેન્સર, લાળ ગ્રંથિની ગાંઠ,પેરાથાઇરોઇડ ગ્રંથિની ગાંઠ,માઇક્રોવાસ્ક્યુલર ફ્રી ફ્લેપ સહિતના નિદાન અને સારવાર ઉપલબ્ધ છે.મોરબીના લોકો માટે આ સેવા ખુબજ લાભદાયી સાબિત થશે કારણ કે હવે તેઓ તેમના પોતાના શહેરમાં નિષ્ણાતની સલાહ મેળવી શકશે.