મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી દ્વારા દારૂ જુગારની પ્રવૃતિ સદંતર નાબદુ કરવા તેમજ મીલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સૂચનાઓ આપતા મોરબી સીટી એ ડીવીજન પોલીસ દ્વારા જલાલચોકમા નાનજી બાપાના મઢ પાસે રેઈડ કરી ઓરડીભાડે રાખી દેશી દારૂનું વેચાણ કરનાર ઈસમને મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડીવીજન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, રેહાનભાઇ ઇમરાનભાઇ પલેજા (રહે.મોરબી કાલીકાપ્લોટ જલાલચોક) જલાલચોકમા નાનજી બાપાના મઢ પાસે આવેલ તેની ભાડાની ઓરડીમા દેશીદારૂ રાખી વેચાણ કરે છે. જે હકિકતનાં આધારે પોલીસે રેઈડ કરતા રહેણાંક મકાનેથી રેહાનભાઇ ઇમરાનભાઇ પલેજા ૪૦૦ લીટર દેશી દારૂના રૂ.૮૦,૦૦૦/-ના મુદામાલ સાથે ઝડપાઇ ગયો હતો. જયારે આ મુદામાલ આપનાર શાનબાજ આશીફ મીર (રહે.ધાંગધ્રા) સ્થળ પરથી મળી ન આવતા પોલીસે બંને ઈસમો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે