મોરબી મામલતદાર કચેરીની યાદીમાં જણાવ્યા અનુસાર શહેરી વિસ્તારમાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓએ ૩૦ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત છે. ત્યારે જરૂરી આધાર પુરાવા સાથે મામલતદાર કચેરીએ હયાતી માટેની ખરાઈ કરી લેવી.
મોરબીમાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના(વિધવા સહાય) હેઠળ સહાય મેળવતા મોરબી શહેરી વિસ્તારના તમામ લાભાર્થીઓને જણાવવામાં આવે છે કે, યોજના હેઠળ સહાય મેળવનાર લાભાર્થીઓએ દર વર્ષે હયાતીની ખરાઈ કરવાની હોય છે. શહેરી વિસ્તારના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવા માટે મોરબી શહેર મામલતદાર કચેરી, એન.સી.સી. કમ્પાઉન્ડ જુની એસ.પી. કચેરી વેજીટેબલ રોડ ખાતે હયાતીની ખરાઈ કરાવવા જરૂરી આધાર પુરાવા જેવા કે, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના સહાયના હુકમની નકલ, ઓળખકાર્ડ તરીકે આધારકાર્ડની નકલ તેમજ બેંક પાસબુક સાથે તા.૩૦ જુલાઈ ૨૦૨૫ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવા મોરબી મામલતદાર શહેરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.